ઘૂંઘટમાંથી ગોલ્ડ મેડલ સુધી: પ્રિયા સિંહ – રાજસ્થાનની પહેલી દલિત મહિલા બોડી બિલ્ડર

 ઘૂંઘટમાંથી ગોલ્ડ મેડલ સુધી: પ્રિયા સિંહ – રાજસ્થાનની પહેલી દલિત મહિલા બોડી બિલ્ડર

થાઈલેન્ડના પટાયા શહેરમાં યોજાયેલી 39મી આંતરરાષ્ટ્રીય મહિલા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં પ્રિયા સિંહે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ પ્રિયા સિંહે ફરી એકવાર રાજસ્થાનનું ગૌરવ વધાર્યું છે.

પ્રિયા સિંહનો સંઘર્ષ અને સફળતા

બીકાનેરની પ્રિયા સિંહનું જીવનસફર ખૂબ જ પ્રેરણાદાયક છે. માત્ર આઠ વર્ષની ઉંમરે તેમનું લગ્ન થઈ ગયું, પણ કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પ્રિયાએ નોકરી કરવાની જરૂર પડી. એક જિમમાં નોકરી માટે અરજી કરી અને તેમની પર્સનાલિટી જોઈને તેમને તુરંત નોકરી મળી.

જિમમાં કામ કરતા જ પ્રિયાએ બોડી બિલ્ડિંગમાં રસ લીધો. પ્રિયાના ધીરજ અને મહેનતના કારણે તેઓએ રાજસ્થાનની પહેલી મહિલા બોડી બિલ્ડર બનવાનું માન મેળવી લીધુ. વર્ષ 2018થી 2020 સુધી તેઓ ત્રણ વાર મિસ રાજસ્થાન બની ચુકી છે.

માતા અને ચેમ્પિયન – એક સાથે

પ્રિયા સિંહ બે બાળકોની માતા છે અને તેમ છતાં બોડી બિલ્ડિંગમાં પોતાની ઓળખ બનાવી છે. તેઓ કહે છે કે મહિલાઓ માટે બોડી બિલ્ડિંગમાં પુરુષોની તુલનામાં વધુ કઠિન પરિશ્રમ અને ડાયેટની જરૂર પડે છે. તેમનું કુટુંબ તેમની સાથે મજબૂત રીતે ઊભું રહ્યું છે, જેના કારણે આજે તેઓ એક સફળ જિમ ટ્રેનર છે.

સામાજિક મંચ અને માન્યતા

પ્રિયા સિંહનું સોશિયલ મીડિયા એકાઉન્ટ “ઘૂંઘટથી બિકીની સુધી”ના ઉદ્દેશ સાથે તેમની સફર દર્શાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 33,000 કરતા વધુ ફોલોઅર્સ છે.

પ્રિયા સિંહની આ સિદ્ધિ અને સંઘર્ષ ભારતના દરેક યુવાને પ્રેરણા આપે છે. આવો, તેમની સફળતાનો સન્માન કરીએ અને તેઓના જજ્બાને સલામ કરીએ.


Post a Comment

Previous Post Next Post