એસજીવીપી ગુરુકુલના વૈદ્યરાજ તપનકુમારને દિલ્હી ગવર્નરના હસ્તે એક્સલેન્સ ઓફ આયુર્વેદનો એવોર્ડ

એસજીવીપી ગુરુકુલના વૈદ્યરાજ તપનકુમારને દિલ્હી ગવર્નરના હસ્તે એક્સલેન્સ ઓફ આયુર્વેદનો એવોર્ડ

હાલ જેઓ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલમાં આયુર્વેદ વિભાગમાં ડાઇરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે

તેમજ છેલ્લા ૨૭ વર્ષ દરમ્યાન જેઓશ્રીએ ૩૦,૦૦૦ ઉપરાંત કેન્સરના દર્દીઓને તપાસી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવી સારવાર કરી છે.

જેનાથી કેટલાય કેન્સરના રોગો નાબુદ કર્યા છે એવા વૈદરાજ તપનકુમારને કેન્દ્રસરકારે “એક્સલેન્સ ઓફ આયુર્વેદ ક્લિનિક્સ પ્રેક્ટીસીસ” એવોર્ડથી સન્માનિત કરેલ છે.
જે નેશનલ કક્ષાનો આયુર્વેદનો એવોર્ડ છે. આયુર્વેદ ક્ષેત્રનો આ એવોર્ડ ખૂબજ સન્માનીય છે.આને કારણે વૈજ્ઞાનિક ઢબે આયુર્વેદ ક્ષેત્રે સંશોધન થશે. જેનો લાભ સમગ્ર સમાજને અને માનવ જાતને થશે. વૈદ્યરાજ તપનકુમારને આ એવોર્ડ મળવાથી એસજીવીપી ગુરુુકુલ ગૌરવ અનુભવે છે.

મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ એક સભામાં વૈદરાજ તપનકુમારને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ શાલ ઓઢાડી હાર પહેરાવી સન્માન કર્યું ત્યારે ઉપસ્થિત હરિભકતો તથા ગુરુકુલના ૫૦૦ વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ સાથે અભિનંદન આપ્યા હતા

ઓસ્ટ્રેલિયા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા વૈદ્યરાજ તપનકુમારને શુભાશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે વૈદરાજ પ્રવિણભાઇ હિરપરા તથા અન્ય વૈદરાજો ઉપસ્થિત હતા.

share...Share on FacebookShare on Google+Tweet about this on TwitterShare on LinkedInDigg thisPin on PinterestShare on RedditShare on StumbleUponShare on TumblrShare on VKEmail this to someonePrint this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *