૧૦૦૦ અસલી મોતી, પ૦૦૦ ફુલ અને રપ કિલો ચોકલેટથી બની વેડિંગ કેકની કિંમત છે ૬.પ કરોડ રૂપિયા

૧૦૦૦ અસલી મોતી, પ૦૦૦ ફુલ અને રપ કિલો ચોકલેટથી બની વેડિંગ કેકની કિંમત છે ૬.પ કરોડ રૂપિયા

આ સાથે મુકાયેલી તસ્વીરમાં જાણે ખૂબસૂરત યુવતી તેના લગ્નના દિવસ માટે દુલ્હાનના જોડામાં તૈયાર થયેલ હોય એવું લાગે છે જરાક નજીક જઇને જુઓ તો ખબર પડે કે આ યુવતી નથી, પરંતુ કદાચ મેનિકિન છે જેની પર અદ્દભૂત કહેવાય એવું દેખાતું ડિઝાઇન વેડિંગ ગાઉન સજાવાયું છે. જેકે જસ્ટ એક-બે ફુટ નજીક જઇને જુઓ તો એ વેડિંગ ગાઉન પણ નથી, માત્ર કેક છે. લંડનસ્થિત ડિઝાઇનર ડેબી વિન્ગહેમે આ કેક તૈયાર કરી છેજે દુનિયાની સૌથી મોંઘી વેડિંગ ગાઉન કેક હશે. આ કેક બનાવવામાં અડેબીએ ૧૦૦૦, અસલી મોતી, પ૦૦૦ ફુલો, ૧૦૦૦ ઇંડા અને રપ કિલો જેટલી ચોકલેટનો ઉપયોગ કર્યો છે એનું વજન લગભગ ૧ર૦ કિલો જેટલું છે. ૩૬ વર્ષની ડેબીનું આ સર્જન દુનિયાની સૌથી મોંઘી કેક હશે એવું નથી, કેમ કે ડેબી આ પહેલા ૪૪પ કરોડ રૂપિયાની કેક બનાવી ચુકી છે. હાલમાં ડેબીએ આ વેડિંગ ગાઉન કેક દુબઇમાં થાનારા એક બ્રાઇડ શો માટે બનાવી છે. બ્રાઇડ શેપ્ડ કેકમાં ત્રણ કેરેટના પાંચ વાઇટ ડાયમન્ડ્સ વપરાયા છે અને એક ડાયમન્ડની કિંમત લગભગ ૧.૭૭ કરોડ રૂપિયા છે.

વેડિંગ ડ્રેસ સ્ટાઇલની કેક બનાવવામાં ડેબી ઇન્ટરનેશનલી ફેમસ છે અને આ વખતે પણ તેના આ ક્રીએશન માટે લોકોમાં ઘણીજ ઉત્સુકતા છે.

share...Share on FacebookShare on Google+Tweet about this on TwitterShare on LinkedInDigg thisPin on PinterestShare on RedditShare on StumbleUponShare on TumblrShare on VKEmail this to someonePrint this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *